Homeવિડિઓ​એક જ રાત્રિમાં બે અજગર અને એક મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ -...

​એક જ રાત્રિમાં બે અજગર અને એક મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ – VIDEO

વન વિભાગની મદદથી બરડાના પ્રાકૃતિક આવાસમાં સુરક્ષિત મુક્ત કરાયા

જીવદયા અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે અગ્રેસર એનીમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમે એક જ રાત્રિમાં ધસમસતું બચાવ કાર્ય હાથ ધરીને ત્રણ વન્યજીવોનો આબાદ બચાવ કર્યો છે. રાત્રિ દરમિયાન ભાણવડના માનપર અને જામજોધપુરના જામવાડી ગામમાંથી બે અજગર તેમજ રૂપા મોરા વાડી વિસ્તારમાંથી એક મહાકાય મગરનું ટીમ દ્વારા અત્યંત સાવચેતી અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. માત્ર એક જ રાત્રિમાં રેસ્ક્યુ કરાયેલા આ બંને અજગર અને મગરને તુરંત જ વન વિભાગના સહયોગથી બરડાના પ્રાકૃતિક અને જળાશય ધરાવતા આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરી નવજીવન બક્ષવામાં આવ્યું હતું. અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમની આ ત્વરિત કામગીરીને લોકસમુદાય અને પ્રકૃતિપ્રેમીઓએ બિરદાવી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular