Homeરાજ્યજામનગરજામનગરના આર.ટી.જાડેજામાં જર્જરિત રવેશો તોડવા કામગીરી - VIDEO

જામનગરના આર.ટી.જાડેજામાં જર્જરિત રવેશો તોડવા કામગીરી – VIDEO

જામનગર શહેરના ગુરૂદ્વારા સર્કલ નજીક આવેલા આર.ટી. જાડેજા એસ્ટેટ સોસાયટીમાં થોડા દિવસો અગાઉ જર્જરિત રવેશ ધસી પડયા બાદ મહિલાનું મોત નિપજયું હતું. આ ઘટના બાદ આજે મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના અનેક જૂના વિસ્તારોમાં વર્ષો જુના મકાનો જર્જરિત હાલતમાં છે. આવા જર્જરિત મકાનો તથા મકાનનો કોઇ ભાગ ધસી પડવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. હાલમાં જ થોડા દિવસો અગાઉ જામનગરમાં ગુરૂદ્વારા પાસે આવેલા આર.ટી.જાડેજા એસ્ટેટ સોસાયટીના ફલેટમાં એક રવેશ ધસી પડતાં મહિલાને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા આર.ટી.જાડેજા એસ્ટેટ સોસાયટીમાં રહેલા ફલેટના જર્જરિત રવેશો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular