Wednesday, November 18, 2026
Homeરાજ્યજામનગરહતપ્રભ કોંગ્રેસ SIRના નામે કાગારોળ મચાવે છે : ભાજપ - VIDEO

હતપ્રભ કોંગ્રેસ SIRના નામે કાગારોળ મચાવે છે : ભાજપ – VIDEO

ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી તથા ગુજરાત ભાજપના સહપ્રભારી જામનગરના પ્રવાસે આવ્યા છે આ દરમિયાન તેમણે પત્રકારો સાથે મુલાકાત કરી હતી. પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. અને હતપ્રભ થયેલી કોંગ્રેસ SIR ના નામે કાગારોળ કરતી હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો.

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સહપ્રભારી અજય મહાવર અને પ્રદેશ ભાજપ મહામંત્રી અનીરૂઘ્ધભાઇ દવે જામનગરના પ્રવાસે આવ્યા છે. તેમણે મંગળવારે જામનગર શહેર ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજ્યા બાદ બુધવારે જામનગર ગ્રામ્યના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. અને આવતીકાલે ગુરૂવારે દેવભૂમિ દ્વારકા ખાતે બેઠક યોજશે. જામનગરના પ્રવાસે આવેલા પ્રદેશ ભાજપના મહામંત્રી તથા ગુજરાત ભાજપ સહપ્રભારીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. જામનગરમાં સંગઠનાત્મક બેઠક યોજ્યા બાદ પત્રકારો સાથે પણ ખાસ મુલાકાત કરી હતી. ભાજપાની બેઠકમાં સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ એસઆઇઆર પ્રક્રિયાની કામગીરી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

- Advertisement -

પત્રકારો સાથેની મુલાકાત દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરૂઘ્ધભાઇ દવેએ જણાવ્યું હતું કે હતપ્રભ થયેલી કોંગ્રેસ એસઆઇઆરના નામે કાગારોળ મચાવી રહી છે અને 13 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી નિકળી ગયા હોવાની બુમરાળ કરી અરાજકતા ફેલાવી રહી છે જેને લઇ ભાજપ દ્વારા ‘લોક તંત્ર બચાવો અરાજકતા હટાવો’ અભિયાન થકી લોકોમાં જાગૃતિ લાવી લોકો સુધી સત્ય હકિકત પહોંચાડવામાં આવી રહી છે. આ બાબતે રાજકોટમાં રેલી યોજી હતી. અને તા.20ના ભાવનગર ખાતે રેલીનું આયોજન કરાયું છે. અને દરેક જિલ્લામાં આ પ્રકારે રેલી યોજવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, SIR બાદ 13 કરોડ નામો નિકળી ગયાની કોંગ્રેસ દ્વારા આક્ષેપ થઇ રહ્યા છે પરંતુ આ 13 કરોડ નામો નિકળ્યા જેમાં 1 કરોડ ડુપ્લીકેટ મતદારો હતાં, 2.8 કરોડ મતદારોના નામો એવા હતાં કે જેઓના મૃત્યુ થઇ ચુકયા હતાં. જ્યારે 56.3 કરોડ મતદારો સ્થળાંતરીત થયા હતાં. અને 3 કરોડ મતદારોને સ્થળ ઉપર મુલાકાતો કરવા છતાં મળી આવતા ન હતાં. આથી તેઓના નામ નિકળ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમીલનાડુમાં 59 વર્ષથી, પશ્ચિમ બંગાળમાં 49 વર્ષથી તિપુરામાં 33 વર્ષથી, બિહારમાં 36 વર્ષથી, ઉત્તર પ્રદેશમાં 37 વર્ષથી, ઓડીશામાં 20 વર્ષથી અને ગુજરાતમાં 31 વર્ષથી કોંગ્રેસ શાસનમાં નથી. અત્યાર સુધીમાં 12 વખત એસઆઇઆરની કામગીરી થઇ છે જેમાંથી 10 વખત કોંગ્રેસના શાસનમાં આ કામગીરી થઇ છે. આથી કોંગ્રેસ માત્ર લોકોમાં ભય ફેલાવી રહી છે. અને અરાજકર્તાનું સર્જન કરી રહી છે.

- Advertisement -

આ તકે ગુજરાત ભાજપ સહપ્રભારી અજય મહાવર, પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરૂઘ્ધભાઇ દવે, શહેર ભાજપ અઘ્યક્ષ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ અઘ્યક્ષ વિનોદભાઇ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઇ દવે, ભાવેશ કાનાણી, મિડીયા ક્ધવીનર ભાર્ગવ ઠાકર, સહક્ધવીનર નિકુલદાન ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular