જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ની સૂચનાથી જામનગર શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી અટકે તે હેતુથી ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ યોજવામાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન નંબર પ્લેટ વગરનાં વાહનો, કારના કાચ પર અપારદર્શક ફિલ્મ લગાવનારા, ફેન્સી નંબર પ્લેટ ધરાવનારા, નશાની હાલતમાં વાહન ચલાવનારા તેમજ વાહનોમાં ધોકા જેવાં હથિયારો સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ દરમ્યાન સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્તારો તથા શહેરના પ્રવેશમાર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા સહિત સર્વેલન્સ ટીમ ના પીએસઆઇ ડી.જી.રામાનુજ અને પીએસઆઇ એમ.એન.રાઠોડ દ્વારા દરબારગઢ સર્કલ, તળાવની પાળ વિસ્તાર અને પવનચક્કી સર્કલ ખાતે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન સંખ્યાબંધ વાહનચાલકો પાસેથી ઓનલાઇન દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જામનગર પોલીસની આ કડક કાર્યવાહી થી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
View this post on Instagram


