ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામની સીમમાં ઢોરને બહાર કાઢવાનું કહેતાં ખેડૂત ઉપર શખ્સે જેમ ફાવે તેમ ગાળો કાઢી લાકડી વડે ગંભીર ઇજા પહોંચાડી હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામમાં રહેતાં અને ખેતી કરતાં જીજ્ઞેશભાઇ ભાણજીભાઇ જાદવ (ઉ.વ.32) નામનો યુવાન ગઇકાલે ગામની સીમમાં આવેલા રતિલાલભાઇના ખેતરે હતો ત્યારે તેના ખેતરમાં રહેલા માલઢોરને રાઘવ દેવા ભરવાડને ઢોર બહાર કાઢવા કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા રાઘવે જીજ્ઞેશને જેમ ફાવે તેમ ગાળો કાઢી લાકડી વડે માથામાં તથા શરીરે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


