Monday, November 16, 2026
Homeરાજ્યજામનગરટી-20 ક્રિકેટ ઉપર જુગાર રમાડતા બે શખ્સો ઝડપાયા

ટી-20 ક્રિકેટ ઉપર જુગાર રમાડતા બે શખ્સો ઝડપાયા

જામનગર શહેરના લીંડી બજારની સંઘાડિયા શેરીમાં જાહેરમાં ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમાડતા બે શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 20,750ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ક્રિકેટના સટ્ટાના દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં લીંડીબજાર વિસ્તારમાં આવેલી સંઘાડિયા શેરીમાં જાહેરમાં ઓટલા ઉપર મોબાઇલમાં એપ્લીકેશન દ્વારા સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ચાલી રહેલી રોક્સ અને વોર ટીમ વચ્ચેના ફર્સ્ટ સેમિફાઇનલ ટી-20 મેચના પ્રસારણ ઉપર હાર-જિતના સોદા કરાવી જુગાર રમાડતા સ્થળે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન ઇરફાન ઉર્ફે અજમેરી હારૂન ગોદર અને સાજિદ ઉર્ફે કારો અલી ફૂલવાલા નામના બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 10,750ની રોકડ રકમ અને રૂા. 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 20,750ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular