Monday, November 16, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રેન હેઠળ આવી જતાં યુવાનનું મોત

જામનગરમાં ટ્રેન હેઠળ આવી જતાં યુવાનનું મોત

જામનગર શહેરમાં રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ આવી જતાં 30 વર્ષના યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા રાજુભાઇ સાદુરભાઇ વાઘેલા (ઉ.વ.30) નામનો યુવાન રવિવારે સવારના સમયે 831/5 રેલવેના પાટા પરથી પસાર થતી ટ્રેઇન હેઠળ આવી જતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ સંજય દ્વારા જાણ કરાતા હે.કો. એચ. એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular