જામનગરના ગુરૂદ્વારા પાસે આવેલા આર. ટી. જાડેજા ફલેટ વિસ્તારમાં બીજા માળનો જર્જરીત રવેશ ધરાશાયી થતાં મહિલાને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ગુરૂદ્વારા નજીક આવેલા આર. ટી. જાડેજામાં અનેક ફલેટો જર્જરિત થઇ ગયા છે. જે પૈકીના આજે બીજા માળે આવેલા ફલેટનો જર્જરિત રવેશનો ભાગ ધસી પડતાં રવેશમાં રહેલી મહિલા પણ નીચે પટકાઇ હતી. બનાવની જાણ થતાં ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી. ફાયરની ટીમે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
View this post on Instagram


