Saturday, November 7, 2026
Homeરાજ્યજામનગરમેઘપરમાં રહેણાંક મકાનમાંથી દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો

મેઘપરમાં રહેણાંક મકાનમાંથી દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો

જામનગર જિલ્લાના મેઘપર ગામમાં આવેલા મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન 576 નંગ ચપલા સાથે એક શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર જિલ્લાના મેઘપર પડાણા ગામમાં રાધેક્રિષ્ના મંદિરની સામે રહેતાં દીપકસિંહ ઘોઘુભા પીંગળના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એએસઆઇ એમ. એલ. જાડેજા, પો.કો. વિક્રમસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને આઇપીએસ પ્રતિભાની સૂચનાથી પીઆઇ એ. એલ. બારસિયા, એએસઆઇ મહિપાલસિંહ જાડેજા, હે.કો. ધર્મેન્દ્રસિંહ ઝાલા, સુધીરસિંહ જાડેજા, પો.કો. વિક્રમસિંહ જાડેજા, સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન મકાનની પાછળના ભાગમાં ખુલ્લી જગ્યાની તલાશી લેતાં ત્યાંથી રૂા. 80,640ની કિંમતના 576 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતાં પોલીસે દીપકસિંહ ઘોઘુભા પીંગળની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો જામનગરના અભિષેક ઉર્ફે શેરો મુકેશ બદિયાણી પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular