Wednesday, November 4, 2026
Homeરાજ્યજામનગરનજીવી બાબતે બે ભાઇઓને લમધારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા

નજીવી બાબતે બે ભાઇઓને લમધારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા

હર્ષદ મિલની ચાલી પાસે ગત્રાત્રિના હુમલો : પાઇપ અને બાઇકની ચાવી વડે માર માર્યો : ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત : પોલીસ દ્વારા એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી કાર્યવાહી

જામનગર શહેરના હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં રાત્રિના સમયે ગાડી ઉપર બેસવાની બાબતે ચાર શખ્સોએ વિદ્યાર્થી યુવકને જેમ ફાવે તેમ ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત કરી પાઇપ વડે પિતા-પુત્ર ઉપર હુમલો કરી ગર્ભિત ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલો અને ધમકીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં રણજિતસાગર રોડ ઉપર હર્ષદ મીલની ચાલીમાં રહીને અભ્યાસ કરતો તરૂણ રાજેશભાઇ સાદિયા (ઉ.વ.18) નામનો યુવક ગઇકાલે રાત્રિના સમયે પાનના ગલ્લા સામે તેના ભાઇ માનવ સાથે ઉભો હતો ત્યારે વફાન ઓસમાણ ખફી નામના શખ્સે આવીને ગાડી ઉપર બેસવાની બાબતે જેમ ફાવે તેમ ગાળો કાઢી, જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. જેથી તરૂણે ગાળો બોલવાની ના પાડી હતી. ત્યારબાદ વફાન ઓસમાણ ખફી, અવેશ ઓસમાણ ખફી, અસરઅલી ઉર્ફે નૂરઅલી જેમલાણી, હસન ઉર્ફે જાડો પઠાણ નામના ચાર શખ્સોએ એકસંપ કરી તરૂણ અને તેના ભાઇ માનવને જેમ ફાવે તેમ ગાળો કાઢી, જાતિ પ્રત્યે અપમાનિત કરી, લોખંડના પાઇપ તથા બાઇકની ચાવી વડે માર માર્યો હતો.

પુત્રોને છોડાવવા વચ્ચે પડેલા રાજેશભાઇ સાથે પણ હુમલાખોરોએ ઝઘડો કરી માર મારી ઇજા પહોંચાડી ગર્ભિત ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા બે ભાઇઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે ડીવાયએસપી મીત રૂદલાલ તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂદ્ધ તરૂણના નિવેદનના આધારે ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular