Monday, November 2, 2026
Homeરાજ્યજામનગરવેપારી સાથે બાઈક ચલાવવા બાબતે બોલાચાલી કરી મોબાઇલ તોડી નાખ્યો

વેપારી સાથે બાઈક ચલાવવા બાબતે બોલાચાલી કરી મોબાઇલ તોડી નાખ્યો

જામનગર શહેરના પુનિતનગર વિસ્તારમાં ધીમુ બાઈક લઇનેે જતાં વેપારી યુવાન સાથે શખ્સે ગાળાગાળી કરી મોબાઇલમાં વીડિયો ઉતારવા જતા વેપારી ઉપર લોખંડના ધારિયા વડે હુમલો કરી મોબાઇલ તોડી નાખ્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના જલારામનગર વિસ્તારમાં જલારામ મંદિર પાસે રહેતાં વેપારી ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ જેઠવા (ઉ.વ.46) નામના યુવાન ગત્ તા.31 ના રોજ બપોરના સમયે તેના બાઈક પર પુનિતનગરમાં નવા રોડ પરથી નિરાતે ચલાવીને જતાં હતાં ત્યારે રાજવીર નામના શખ્સે આવીને બાઈક ધીમુ ચલાવવાનું કહેતાં વેપારીએ ‘હું બાઈક નિરાતે જ ચલાવુ છું’ તેમ જણાવતા શખ્સે ગાળાગાળી કરી હતી. જેથી વેપારીએ ગાળાગાળી કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે લોખંડના ધારિયા વડે યુવાન ઉપર હુમલો કરવા જતાં વેપારીના મોબાઇલ ઉપર ઘા લાગતા મોબાઇલમાં નુકસાન પહોંચાડયું હતું. આ બનાવ અંગે વેપારી દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પીએસઆઈ આર બી ઠાકોર તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular