Monday, November 2, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા વધુ એક નોનવેજની દુકાન સીલ કરાઇ - VIDEO

જામ્યુકો દ્વારા વધુ એક નોનવેજની દુકાન સીલ કરાઇ – VIDEO

બે પેઢીઓને નવો હુકમ ન થાય ત્યાં સુધી બંધ કરાવાઇ

જામનગર મહાનગરપાલિકા ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નોનવેજની રેસ્ટોરન્ટ, દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં એક પેઢીને સીલ કરવામાં આવી હતી. અને બે પેઢીઓને નવો હુકમ ન મળે ત્યાં સુધી બંધ કરાવી હતી.

- Advertisement -

જામનગરમાં નોનવેજ ખાધા બાદ થયેલ ફુડપોઇઝનની ઘટના બાદ કમિશ્નર દિપેશ કેડીઆ, નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, આરોગ્ય અધિકારી ગોરી અને જાનીના માર્ગદર્શન હેઠળ ફુડ શાખા દ્વારા નોનવેજ વેચાણકર્તાઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બેડેશ્ર્વરમાં આવેલ સ્ટાર ચીકન શોપ નામની પેઢીને લાયસન્સ ન હોવાને કારણે સીલ કરવામાં આવી હતી. તેમજ હર્ષદ મીલ ચાલી, રણજીતસાગર રોડ, વિસ્તારમાં ફેમશ ગાઝી ચાઇનીંઝ ચીકન તથા નસીબ ફીશ નામની બે પેઢીઓને બીજો હુકમ ન મળે ત્યાં સુધી બંધ કરાવાઇ હતી. તથા હુશેની ચીકનને હાઇઝેનીક ક્ધડીશન સુધારવા તાકીદ કરાઇ હતી.

- Advertisement -

બેડેશ્ર્વર વિસ્તારમાં હાજીપીર રેસ્ટોરન્ટમાંથી ચીકન બીરીયાની, મટન, ચીકન તથા એ-વન બોમ્બે બીરીયાનીમાંથી ચીકન દમ બીરીયાનીના નમુના લઇ તપાસ અર્થે મોકલાયા હતાં. તેમજ ન્યુ બોમ્બે બીરીયાનીમાંથી 5 કિલોગ્રામ રાઇઝ અનહાઇઝેનીક જણાતા તેનો નાશ કરાયો હતો. તેમજ ચેકીંગ દરમિયાન હર્ષદમીલ ચાલી વિસ્તારમાં મીરા રેસ્ટોરન્ટ, રજવાડી રાઇસ બીરીયાની, ધોરાજીના ચીકન રોલ, નાગોરી ચીકન, ન્યુ ફેમશ બોમ્બે બિરીયાની, કે.એમ.ચી ચીકન શોપ તપાસ દરમિયાન બંધ મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular