Monday, November 2, 2026
Homeરાજ્યજામનગરચા ની હોટલમાં નોકરી કરતા યુવાનના ખાતામાંથી રૂા.1.68 લાખ ઉપડી ગયા!

ચા ની હોટલમાં નોકરી કરતા યુવાનના ખાતામાંથી રૂા.1.68 લાખ ઉપડી ગયા!

ઈન્સ્ટા આઈડીમાંથી લિંક આવી : લિંક ડાઉનલોડ કરતા મોબાઇલ ફોન બંધ: ખાતામાંથી ગુગલ પે દ્વારા રૂા.1.68 લાખના વ્યવહારો થઈ ગયા : પોલીસ દ્વારા તપાસ

જામનગર શહેરમાં બેડેશ્વર વિસ્તારમાં રહેતાં ચા ની હોટલમાં નોકરી કરતા યુવાનના મોબાઇલ ફોનમાં ઈન્સ્ટા આઈડી પરથી આવેલી લિંક ડાઉનલોડ થઈ ગયા બાદ તેનો મોબાઇલ બંધ થઈ ગયા પછી બે કલાક દરમિયાન ખાતામાંથી રૂા.1,65,388 ની ઓનલાઈન છેતરપિંડી થયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ડીઝીટલાઈઝેશનની સાથે-સાથે સાઈબર ફ્રોડ પણ અનેકગણા વધી ગયા છે. જામનગરના બેડેશ્વરમાં એકડેએક બાપુની દરગાહ પાસેના વિસ્તારમાં રહેતો અને ચા ની હોટલમાં નોકરી કરતો દિપકભાઈ બાબુભાઈ પરમાર (ઉ.વ.44) નામના યુવાનના મોબાઇલમાં ઈન્સ્ટા આઈડી ઉપર એક અજાણ્યા ઈન્સ્ટા આઈડીમાંથી લિંક આવી હતી. આ લિંક દિપકભાઈ દ્વારા ખોલવામાં આવ્યા બાદ ડાઉનલોડ થઈ ગઇ હતી. ત્યારબાદ આ લિંક જોવા મળી ન હતી પરંતુ, ગત્ તા. 18 ના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં અચાનક જ દિપકભાઈનો મોબાઇલ બંધ થઈ ગયો હતો અને ત્યારબાદ બે કલાક પછી ફરીથી ચાલુ થઈ ગયો હતો. ત્યારબાદ દિપકભાઇ તેના એટીએમ કાર્ડ લઇ બેંકમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે બેંક એકાઉન્ટમાં પૈસા જ ન હતાં. જેથી સ્ટેટમેન્ટ તપાસતા તેના ખાતામાંથી 92,888 અને 72,500 મળી કુલ રૂા.1,65,388 ના ગુગલ પેથી ટ્રાન્ઝેકશન કરી ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી.

ઓનલાઈન છેતરપિંડી થયાનું જણાતા દિપકભાઈ દ્વારા સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીઆઈ એન બી ચૌહાણ તથા સ્ટાફે અજાણ્યા ઈન્સ્ટા આઈડીધારક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular