Saturday, October 31, 2026
Homeરાજ્યજામનગરખીમરાણા પાસેથી ટ્રકમાં દારૂ-બિયરના જથ્થા સાથે ચાલક ઝડપાયો

ખીમરાણા પાસેથી ટ્રકમાં દારૂ-બિયરના જથ્થા સાથે ચાલક ઝડપાયો

પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી : 14 બોટલ દારૂ, 83 નંગ ચપટા અને 11 બિયરના ટીન કબ્જે : કુલ રૂા. 10,17,500નો મુદામાલ કબ્જે

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીમરાણા બસ સ્ટેન્ડ પાસેથી પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે ટ્રકની તલાશી લેતાં તેમાંથી 14 બોટલ દારૂ, 83 નંગ ચપટા અને 11 બિયરના ટીન મળી આવતાં પોલીસે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ જામનગર-રાજકોટ હાઇવે પર ખીમરાણા બસ સ્ટેન્ડ પાસેથી ટ્રકમાં દારૂનો જથ્થો પસાર થવાની બાતમીના આધારે પીઆઇ આઇ.એ.ધાસુરા, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા, રામદેવસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા, હરદેવસિંહ ઝાલા, પો.કો. કમલેશભાઇ ખીમાણિયા, દિગ્વીજયસિંહ જાડેજા, કરણભાઈ શિયાર, મયુરસિંહ ઝાલા સહિતના સ્ટાફે પસાર થતાં જીજે10 ટીએકસ 5838 નંબરના ટ્રકને આંતરીને તલાશી લેતાં તેમાંથી રૂપિયા સાત હજારની કિંમતની 14 બોટલ દારૂ, રૂા. 8300ની કિંમતના 83 નંગ ચપટા તેમજ રૂા. 2200ની કિંમતના 11 નંગ બિયરના ટીન તથા રૂા. 10 લાખની કિંમતનો ટ્રક મળી કુલ રૂપિયા 10,17,500ના મુદામાલ સાથે પોલીસે ટ્રકચાલક જુમા ગુલમામદ નાયાણી (ઉ.વ.50) નામના શખ્સને દબોચી લઇ પૂછપરછ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular