Saturday, October 31, 2026
Homeરાજ્યજામનગરકોર્પોરેટરપુત્રના દારૂ પ્રકરણમાં એક બૂટલેગરની ધરપકડ - VIDEO

કોર્પોરેટરપુત્રના દારૂ પ્રકરણમાં એક બૂટલેગરની ધરપકડ – VIDEO

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર માનસી હોટલ પાછળ કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી 19,522 નંગ દારૂની બોટલની હેરાફેરી સમયે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન અડધા કરોડના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઇ કોર્પોરેટરના પુત્ર સહિત 10 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ દરમ્યાન એક બૂટલેગરની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

દારૂના દરોડા અંગેની વિગત મુજબ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર માનસી હોટલ પાછળ આવેલા કોર્પોરેટર પુત્ર હિતેશ ઉર્ફે વાંગો નરશી બાંભણિયાના કબ્જાના ગોડાઉનમાં ઈંગ્લીશ દારૂના જથ્થાનું કટીંગ કરી હેરાફેરી કરાતી હોવાની પીઆઇ આઈ.એ. ધાસુરા, હેકો હરદેવસિંહ ઝાલા, ગીરીરાજસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આઇ.એ.ધાસુરા, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા, રામદેવસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા, હરદેવસિંહ ઝાલા, પો.કો. કમલેશભાઇ ખીમાણિયા, દિગ્વીજયસિંહ જાડેજા, કરણભાઈ શિયાર, મયુરસિંહ ઝાલા સહિતના સ્ટાફે માનસી હોટલ પાછળ હિતેષ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયાના કબજા-ભોગવટાના ગોડાઉનમાં દરોડામાં વિદેશી દારૂની નાની-મોટી કુલ 19,522 બોટલો, ત્રણ વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 53,78,517નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ કેસમાં વોર્ડ નંબર 10નાં ભાજપનાં કોર્પોરેટર મંજુબેન બાંભણીયાના પુત્ર હિતેષ ઉર્ફે વાંગો બાંભણીયાનું નામ પણ સામે આવ્યું છે. હિતેષ સહિત અન્ય નવ આરોપીઓને પકડવા માટે પોલીસની કાર્યવાહી ચાલુ છે.

- Advertisement -

પોલીસને સ્થળ પરથી બે અશોક લેલન, બડા દોસ્ત પીકઅપ અને એક બંધ બોડીવાળું છોટા હાથી વાહન મળી આવ્યું હતું. આ ગોડાઉન તથા ાહનોમાંથી અલગ-અલગ બ્રાન્ડની રૂા.40,68,517 ની કિંમતની વિદેશી દારૂની નાની-મોટી કુલ 19,522 બોટલો અને રૂપિયા પાંચ લાખની કિંમતનું જીજે-10-ટીવાય-1965 નંબરનું બડા દોસ્ત પીકઅપ વાહન, રૂપિયા ત્રણ લાખની કિંમતનું જીજે-10-ટીએકસ-7053 નંબરનું છોટાહાથી તથા રૂપિયા પાંચ લાખની કિંમતનું જીજે-10-ટીએકસ-6472 નંબરનું દોસ્ત પીકઅપ વાહન અને રૂા.10000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 53,78,517નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ કેસમાં ખાસ ચર્ચાસ્પદ બાબત એ છે કે ગોડાઉન સાથે સંકળાયેલા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલ હિતેષ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયા વોર્ડ નંબર 10નાં ભાજપનાં કોર્પોરેટર મંજુબેન બાંભણીયાનો પુત્ર હોવાનુ જણાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગોડાઉનમાં બહારથી વિદેશી દારૂનો જથ્થો વેચાણ માટે મંગાવવામાં આવ્યો હતો. આ જથ્થાના સંગ્રહ, કટીંગ અને વેચાણમાં અન્ય શખ્સોની સંડોવણી હોવાની વિગતો પણ સામે આવી છે. જો કે, આ કેસમાં તમામ આરોપીઓની ભૂમિકા અંગેની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હજુ ચાલુ છે.

- Advertisement -

દરોડા દરમિયાન અશોક લેલન બડા દોસ્ત પીકઅપના ચાલક ધર્મેશભાઈ નવલભાઈ યાજ્ઞિક (ઉ.વ.37, રહે. નવાગામ ઘેડ, સ્વામિનારાયણ સોસાયટી, જામનગર)ની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થાના વેચાણ અને વિતરણમાં હિતેષ ઉર્ફે વાંગો નરશી બાંભણિયા, સુનિલ ઉર્ફે ભુતી ધનજી ડોણાસિયા, સુનિલ બારૈયા, દિલીપ, મેરુ રામા રબારી, યોગેશ કોળી, રાહુલ રેશિયા, વિમલો ડોડારો, રોહિત કોળી, જીગો સોલંકી ખવાસ નામના નવ શખ્સોના નામ ખુલ્યા હતાં. જેના આધરે પોલીસે 10 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરતાં પોલીસે 10 બૂટલેગર પૈકીના યોગેશ કોળી નામના શખ્સને દબોચી લઇ કોર્પોરેટરપુત્ર સહિતના નવ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular