જામનગર ભાજપા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ નિમિતે રણજીતનગર ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતાં.
લોખંડી પુરૂષ અને અખંડ ભારતની શીલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 151મી જન્મ જયંતિની આજે જામનગર સહિત રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગરમાં શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતાં. આ તકે શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મેયર મોનીકાબેન વ્યાસ, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ, ડે.મેયર રાકેશભાઇ ડેર, સ્ટે.કમીટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, શાસક પક્ષના નેતા અમરભાઇ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઇ કકનાણી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઇ દવે, ભાવેશભાઇ કાનાણી, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, રાજુભાઇ યાદવ, સુભાષભાઇ જોષી, તૃપ્તી ખેતીયા, ભાજપા અગ્રણી ભાવીશાબેન ધોળકીયા, ગોપાલભાઇ સોરઠીયા, દક્ષભાઇ ત્રિવેદી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દાસાણી, હસમુખભાઇ હિંડોચા, પૂર્વ કોર્પોરેટર કિશનભાઇ માડમ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
View this post on Instagram


