Thursday, October 29, 2026
Homeરાજ્યજામનગરજામનગર : દિવાળી પૂર્વે પોલીસની વાહન ચેકીંગ ડ્રાઇવ...-VIDEO

જામનગર : દિવાળી પૂર્વે પોલીસની વાહન ચેકીંગ ડ્રાઇવ…-VIDEO

કુલ 208 કેસો કરાયા : રૂા.80400ના દંડની વસુલાત અને 14 વાહનો ડીટેઇન

જામનગરમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દિવાળીના તહેવાર પૂર્વે પોલીસ દ્વારા ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 208 કેસો કરી રૂા.80,400ના દંડની વસુલાત કરવામાં આવી હતી.

- Advertisement -

દિવાળીનો તહેવાર આવી રહ્યો હોય લોકો ભયભુકત રીતે દિવાળીના પર્વની ઉજવણી કરી શકે અને શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે પોલીસ એલર્ટ થઇ છે. શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી જામનગર પોલીસ દ્વારા ગઇકાલે શહેરના તળાવની પાળ સહિતના ભીડભાડ વાળા વિસ્તારોમાં વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવના 9 કેસ, બેફિકરાઇથી વાહન ચલાવવા બદલ 10 કેસ, જીપી એકટ કલમ 135 (1) હેઠળ 11 કેસ, વાહનથી રસ્તા પર અડચણ ઉભી કરવાના 3 કેસ, કારમાં બ્લેક ફિલ્મ લગાવવા બદલ 44 કેસ, નંબર પ્લેટ વગરના 69 વાહનો વિરૂઘ્ધ કાર્યવાહી, ફ્રેન્સી નંબર પ્લેટના 43 કેસ, મોડીફાઇલ સાઇલેન્સર ધરાવતા 5 વાહનો વિરૂઘ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત મોટર વ્હીકલ એકટ હેઠળ 14 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતાં. આમ કુલ 208 જેટલા કેસો કરી કુલ રૂા.80400નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular