Friday, October 16, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવાનએ ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમ્યાન મોત

જામનગરમાં યુવાનએ ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમ્યાન મોત

પત્ની સાથે ઝઘડો થતો હોય મનમાં લાગી આવતા આપઘાત : પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ તપાસ

જામનગરના મંગલધામ સોસાયટીમાં રહેતાં યુવાનને પત્ની સાથે ઝઘડો થતો હોય તે બાબતથી કંટાળી ઝેરી દવા તથા એસિડ પી લેતાં સારવારઅર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

જામનગરના રણજિતસાગર રોડ પર મારૂ કંસારા હોલની પાછળ આવેલ મંગલધામ સોસાયટી, શેરી નંબર 2માં વસવાટ કરતાં રોહિતસિંહ અજિતસિંહ જાડેજા (ઉ.વ.40) નામના યુવાનને પોતાના પત્ની સાથે છેલ્લા ચાર-પાંચ દિવસથી ગૃહકંકાસ, બોલાચાલી, ઝઘડો થતો હોય જે બાબતથી યુવાન કંટાળી જતાં મનમાં લાગી આવતાં પોતાના ઘરમાં રહેલ ઝેરી દવા તથા એસિડ પી લેતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે નરપતસિંહ દ્વારા સિટી ‘એ’ પોલીસને જાણ કરાતા પીએસઆઇ એચ. વી. રોયલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular