Friday, October 16, 2026
Homeરાજ્યજામનગરએકિટવા પરથી પટકાયેલા પ્રૌઢા ઉપર ટેન્કર ફરી વળ્યુ

એકિટવા પરથી પટકાયેલા પ્રૌઢા ઉપર ટેન્કર ફરી વળ્યુ

બેલેન્સ ન રહેતાં પ્રૌઢા એક્ટિવામાંથી રોડ પર પટકાયા : પાછળથી આવતા ટેન્કરના તોતિંગ ફરી વળતાં પ્રાણપંખેરૂ ઉડી ગયા : પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી

જામનગર શહેરના બાયપાસ રોડ ઉપર સાંઢિયા પુલ પાસેથી પસાર થતાં એક્ટિવાનું બેલેન્સ બેકાબૂ બની જતાં રોડ પર પટકાયેલા પ્રૌઢા ઉપર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર તાલુકાના મોડપર ગામના વતની અને હાલ કીચન એજ પાછળ, બંસી બંગ્લોઝના બ્લોક નંબર 10માં રહેતા માલતીબેન રાજેશભાઇ વિભાણી (ઉ.વ.58) નામના પ્રૌઢા ગત્ તા. 10ના રોજ સવારે આઠ વાગ્યાના સુમારે જીજે10 ઇએલ 7850 નંબરના એક્ટિવામાં પાછળ બેસીને જામનગર બાયપાસ રોડ પર સાંઢિયા પુલથી આગળના રોડ પરથી પસાર થતા હતા ત્યારે એક્ટિવાનું બેલેન્સ લથડી જતાં પ્રૌઢા રોડ પર પટકાયા હતાં. ત્યારે પાછળથી આવી રહેલા એમએચ04 કેએફ 9785 નંબરના ટેન્કરના તોતિંગ વ્હીલ પ્રૌઢા ઉપર ફરી વળતાં બનાવ સ્થળે જ ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. આ બનાવની મૃતકના પુત્ર મયંક વિભાણી દ્વારા જાણ કરાતાં એએસઆઇ એસ. એસ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular