જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયરે સમાજમાંથી રૂા. 40 લાખની લોન આપવાની ના પાડતાં આ બાબતનો ખાર રાખી તે જ વિસ્તારમાં રહેતાં શખ્સે ડેપ્યુટી મેયરના બાઇક ઉપર કોઇ જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દીધાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
View this post on Instagram
બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર પોસ્ટ ઓફિસ સામે, બજરંગ ચોકમાં રહેતાં પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડે. મેયર તપનભાઇ જશરાજભાઇ પરમાર નામના યુવાન પાસે તેના જ વિસ્તારમાં રહેતાં મેહુલ ડોલર પરમાર નામના શખ્સે તપન પાસે સમાજમાંથી રૂા. 40 લાખની લોન આપે તેવી માંગણી કરી હતી. જેથી તપનભાઇએ સમાજમાં આવી કોઇ લોન આપતા નથી તેમ જણાવ્યું હતું. આ બાબતનો ખાર રાખી જોઇ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ તપન પરમારે ગત્રાત્રિના સમયે તેના ઘર પાસે પાર્ક કરેલા જીજે10 બીડી 2552 નંબરના બાઇક ઉપર મેહુલ પરમાર નામના શખ્સે કોઇ જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી સળગાવી નાખ્યું હતું. બાઇક સળગાવી નાખ્યાની જાણ થતાં પૂર્વ ડે. મેયરે આ બનાવ અંગે સિટી ‘બી’ ડિવિઝન પોલીસમાં મેહુલ ડોલર પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હે.કો. જે. એસ. ગોવાણી તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.


