Friday, October 16, 2026
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલમાં ફિલ્મી સ્ટાઈલમાં રેસ્ક્યૂ! - VIDEO

જી.જી. હોસ્પિટલમાં ફિલ્મી સ્ટાઈલમાં રેસ્ક્યૂ! – VIDEO

હોસ્પીટલની લાલ બિલ્ડિંગ સામેના વિભાગમાં બની ઘટના : સિક્યુરિટી કર્મચારીઓની ત્વરિત કામગીરીથી સંભવિત દુર્ઘટના ટળી

જામનગરની જી.જી. હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના લાલ બિલ્ડિંગ સામે આવેલા વિભાગમાં એક વ્યક્તિ બારી પર ચડી જતાં અચાનક દોડધામ મચી ગઈ હતી. જોકે, આ સમયે હોસ્પિટલની સિક્યુરિટી ટીમે ફિલ્મી સ્ટાઈલમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સમયસૂચકતા અને સતર્કતા દાખવી હતી. સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને બારી પર ચડેલી વ્યક્તિને પાછળ ખેંચી સુરક્ષિત કરી લીધી હતી.

- Advertisement -

પ્રાથમિક માહિતી અનુસાર, હોસ્પિટલના સંબંધિત વિભાગમાં એક વ્યક્તિ બારી પર ચડી ગઈ હતી. આ દૃશ્ય નજરે પડતાં જ સિક્યુરિટી ટીમ સક્રિય બની હતી. સુરક્ષા કર્મચારીઓએ પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક વ્યક્તિ સુધી પહોંચી તેને સાવચેતીપૂર્વક બારી પરથી પાછળ ખેંચી લીધી હતી.

ઘટના દરમિયાન સુરક્ષા કર્મચારીઓએ બતાવેલી સમયસૂચકતા અને ત્વરિત કામગીરીના કારણે સંભવિત દુર્ઘટના ટળી હતી. બારી પર ચડેલી વ્યક્તિને સુરક્ષિત રીતે નીચે લાવવામાં સિક્યુરિટી ટીમની સક્રિય ભૂમિકા રહી હતી. આ ઘટનાએ હોસ્પિટલમાં તૈનાત સુરક્ષા કર્મચારીઓની સતર્કતાને પણ ઉજાગર કરી છે.

- Advertisement -

હાલમાં સંબંધિત વ્યક્તિની ઓળખ અને બારી પર ચડવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. સમગ્ર ઘટનાને લઈને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular