જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાંથી રેઇડ દરમ્યાન પોલીસે કબ્જે કરેલી 4058 ઇંગ્લીશ દારૂની બોટલો ઉપર ગઇકાલે સરકારી રોલર ફેરવી નાશ કરાયો હતો.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાંથી પોલીસે જે તે સમયે રેઇડ દરમ્યાન કબ્જે કરેલી ઇંગ્લીશ દારૂની બોટલોનો નાશ કરવા માટે ગઇકાલે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ધ્રોલ એસડીએમના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પીયૂષ વાંદા, પીઆઇ પી. એન. ખાચર, જે. પી. સોઢા તથા નશાબંધી અધિકારીઓની ઉપસ્થિતિમાં રૂા. 10,67,000ની કિંમતની 4058 બોટલ દારૂ ઉપર સરકારી રોલર ફેરવી ઇંગ્લીશ દારૂની બોટલોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram


