Thursday, October 15, 2026
Homeરાજ્યજામનગરદુકાન આડેથી રેંકડી દૂર રાખવાનું કહેતાં વેપારી ઉપર હુમલો

દુકાન આડેથી રેંકડી દૂર રાખવાનું કહેતાં વેપારી ઉપર હુમલો

કાલાવડ નાકા બહાર ધોકા અને પાઇપ વડે વેપારી ઉપર તૂટી પડયા : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતાં વેપારી યુવાન ઉપર રેંકડીના કારણે રસ્તો બંધ થઇ જતાં રેંકડી આગળ રાખવાનું કહેતાં બે શખ્સોએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે યુવાન ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર સનમ સોસાયટીમાં રહેતાં ઇબ્રાહિમભાઇ ઈસ્માઇલભાઇ મતવા (ઉ.વ.26) નામના યુવાનની સુભાષ માર્કેટ પાસે નાના આશાપુરા માતાજીના મંદિર સામે લસ્સીની દુકાન ચલાવતો હતો. આ દુકાનની આગળ નઇમ યુસુફ લાલા તથા શબ્બીર યુસુફ લાલા નામના બે શખ્સો ડૂંગળીની રેંકડી રાખતા હતા. તેથી દુકાનનો રસ્તો બંધ થઇ જતો હતો. જે માટે ઇબ્રાહિમે રેંકડી રસ્તાથી આગળ રાખવાનું કહ્યું હતું. તે બાબતો ખાર રાખી ગત્ તા.13ના રોજ રાત્રિના સમયે નઇમ યુસુફ લાલ તથા શબ્બીર યુસુફ લાલા અને મહમદ લાલા નામના શખ્સોએ એકસંપ કરી લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે ઇબ્રાહિમભાઇ ઉપર હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ગંભીર ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.

નજીવી બાબતે કરાયેલા હુમલામાં ઘવાયેલા ઇબ્રાહિમભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. બી. જે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ભોગ બનેલા યુવાનના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular