Thursday, October 15, 2026
Homeરાજ્યહાલારખીમરાણામાંથી જુગાર રમતા પાંચ ખેલંદાઓ ઝડપાયા

ખીમરાણામાંથી જુગાર રમતા પાંચ ખેલંદાઓ ઝડપાયા

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન પાંચ શખ્સોને રૂા. 17,150ના મુદામાલ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં વાડી વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન નરેન્દ્ર હીરજી ધારવિયા, હરિલાલ તુલસી કટેશિયા, ભગવાજી વીરજી માંડવિયા, જીવરાજ કારૂ ચૌહાણ, પ્રેમજી ભાણજી ધારવિયા નામના પાંચ શખ્સોને રૂપિયા 17,150ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular