Thursday, October 15, 2026
Homeરાજ્યહાલારચૂંટણીનો ખાર રાખી ઉમેદવારના બે પુત્રો ઉપર સશસ્ત્ર હુમલો

ચૂંટણીનો ખાર રાખી ઉમેદવારના બે પુત્રો ઉપર સશસ્ત્ર હુમલો

સિકકા નગરપાલિકાની ચૂંટણીમાં મહિલાએ ઉમેદવારીપત્ર ભર્યું : ખાર રાખી પાંચ શખ્સો દ્વારા ધોકા, પાઇપ, છરી વડે હુમલો : કારના કાચ તોડી પતાવી દેવાની ધમકી : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

જામનગર તાલુકાના સિકકા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભર્યાનો ખાર રાખી ચાર શખ્સોએ નંબરપ્લેટ વગરની કારમાં હથિયારો સાથે આવી ઉમેદવારના બે પુત્રો ઉપર લાકડાંના ધોકા, લોખંડના પાઇપ તથા છરી વડે હુમલો કરી ગાળો કાઢી કારના કાચ તોડી નાખી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિકકામાં રહેતાં બીનાબેન હસમુખભાઇ પરમાર નામના મહિલાએ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું. જે બાબત ભરત મેહુલ પરમાર સહિતનાઓને ગમતી ન હોવાથી બીનાબેનના પતિ હસમુખભાઇ સાથે ભરત મેહુલ પરમાર નામના શખ્સે એક મહિના અગાઉ ઝઘડો કરી બોલાચાલી કરી હતી. ત્યારબાદ ચૂંટણીનો ખાર રાખી ભરત મેહુલ પરમાર, કરણ તુલસી પરમાર, મુકેશ મંગા પરમાર અને અર્જુન તુલસી પરમાર, ભરત ઉર્ફે ટકો પરમાર સહિતના પાંચ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી નંબરપ્લેટ વગરની કારમાં હથિયારો સાથે આવી રાધાસ્વામી સોસાયટીમાં ઉમેદવાર બીનાબેનના પુત્ર તુષાર ઉપર લાકડાંનો ધોકો, લોખંડનો પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ તુષાર ઉપર હથિયારો વડે હુમલો કરાતા તુષારનો ભાઇ વચ્ચે પડતાં તેના ઉપર છરી વડે હુમલો કરી બન્ને ભાઇઓને જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી અને તુષારની બલેનો કારના કાચ ધોકા વડે તોડી નાખી નુકસાન પહોંચાડયું હતું.

હુમલાના બનાવમાં ઘવાયેલા બન્ને ભાઇઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ કે. બી. લોખિલ તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular