Thursday, October 15, 2026
Homeરાજ્યજામનગરમંત્રી રિવાબા જાડેજાના પ્રયાસોથી રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને મળશે નવી ગતિ

મંત્રી રિવાબા જાડેજાના પ્રયાસોથી રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને મળશે નવી ગતિ

જામનગરના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા બજેટ ફાળવણી માટે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાથે બેઠક યોજાઈ

જામનગરના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાના સંકલ્પ સાથે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સાકાર કરવા સતત પ્રયત્નશીલ છે. પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ હવે તેને વેગ આપવા અને બજેટની ફાળવણી સુનિશ્ર્ચિત કરવાના હેતુથી ગાંધીનગર સચિવાલય ખાતે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

- Advertisement -

રિવાબા જાડેજાની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં નાણાં વિભાગ તથા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી અને પ્રોજેક્ટના અમલીકરણને આગળ ધપાવવા માટે જરૂરી બજેટ ફાળવણી સહિતની વિવિધ બાબતો અંગે રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપતાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રોજેક્ટની આગળની કાર્યવાહી માટે જરૂરી સહયોગ અને કાર્યવાહી અંગે હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.

- Advertisement -

રિવાબા જાડેજાના સક્રિય પ્રયાસો અને સતત અનુસરણથી જામનગરના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે. રંગમતી રિવરફ્રન્ટનું નિર્માણ પૂર્ણ થતાં જામનગરની સુંદરતામાં વધારો થવાની સાથે પર્યટન ક્ષેત્રને નવી તકો મળશે, સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે અને નાગરિકો માટે આધુનિક સુવિધાઓનું નિર્માણ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular