જામનગર શહેરના જુદાં-જુદાં વોર્ડોમાં મહાનગરપાલિકાના કમિશનર તથા કોર્પોરેટરો દ્વારા વોર્ડ નં.10 માં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવતાં બેકરીમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડીયા દ્વારા વોર્ડ નંબર-10માં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કમિશનરે વોર્ડના કોર્પોરેટરોને પણ સાથે રાખ્યા હતાં. ચેકિંગ દરમિયાન અંબાજીના ચોક પાસે આવેલી રમેશ બેકરીમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો તેમજ પાણી રોડ પર ઢોળતા હોવાનું ખૂલ્યું હતું. જેના આધારે ફૂડ શાખાના અધિકારીઓ દ્વારા રૂા.10 હજારનો દંડ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



