જામનગર શહેરના તીરૂપતિ પાર્ક 1 વિસ્તારમાં ગત્ રાત્રિના સમયે કારચાલકે તેની કાર બેફીકરાઇથી અન્ય શહેરીજનોની જિંદગી જોખમાય તે રીતે ચલાવતા વિસ્તારમાં અફરાતફડી મચી ગઈ હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ઢીચડા રોડ પર આવેલી તીરૂપતિ પાર્ક 1 વિસ્તારમાં ગઈકાલે મોડીરાત્રિના સમયે તેની કાર પુરપાટ અને બેફીકરાઈથી ચલાવી હતી. આ બેફામ ચાલતી કારે શેરીમાં રહેલી એક રીક્ષા, બે બાઈક અને એક વીજપોલ તથા એક મકાનમાં નુકસાન પહોંચાડયું હતું. તીરૂપતિ સોસાયટીમાં કારચાલક દ્વારા આતંક ફેલાવતા લોકો બહાર દોડી આવ્યા હતાં અને કારચાલકને ઝડપી લીધો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ચાલક નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણ કરાતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ કારચાલકની અટકાયત કરી નશો કરેલી હાલતમાં છે કે કેમ ? તે અંગેની તપાસ આરંભી હતી.
View this post on Instagram


