Thursday, October 1, 2026
Homeરાજ્યહાલારખેતરમાં પાણી વારતા ખેડૂતનું સાપ કરડી જતાં મોત

ખેતરમાં પાણી વારતા ખેડૂતનું સાપ કરડી જતાં મોત

ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડિયા ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં પાણી વારતા સમયે વૃધ્ધ ખેડૂતને સાપ કરડી જતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડિયા ગામમાં રહેતા પ્રભાતભાઇ ગગુભાઇ લોખીલ (ઉ.વ.60) નામના વૃધ્ધ બુધવારે બપોરના દોઢ વાગ્યાના અરસામાં ગામની સીમમાં આવેલા તેના ખેતરમાં મગફળીના વાવેતરમાં પાણી વારતા હતા તે દરમ્યાન પગમાં અચાનક ઝેરી સાપ કરડી જતાં બેશુધ્ધ હાલતમાં ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ વૃધ્ધનું મોત નિપજ્યાંનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર મનીષભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. ડી.પી.વઘોરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular