જોડિયા ગામમાં આવેલા માંડવી ચોક વિસ્તારમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની વન-ડે મેચમાં પ્રસારણ ઉપર જુગાર રમાડતા શખ્સને સ્થાનિક પોલીસે રૂા.20 હજારની રોકડ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જોડિયા ગામના માંડવી ચોક વિસ્તારમાં જાહેરમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઇ રહેલી વન-ડે મેચના પ્રસારણ ઉપર મોબાઇલ ફોનમાં crex ભાવફેરનો જુગાર રમાડી પૈસાની હાર-જીત કરાતી હોવાનું હે.કો. ચંદ્રવિજયસિંહ ઝાલા, પો.કો. ભરતકુમાર બંધિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની સૂચનાથી ડીવાયએસપી પીયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. જે.પી. સોઢા, તથા હે.કો. ચંદ્રવિજયસિંહ ઝાલા અને પો.કો. ભરતકુમાર બંધિયા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન જીજ્ઞેશ ચંદુ ગોસાઇ (ઉ.વ. 48) નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી 15 હજારની રકમ અને પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ ફોન તથા એક બોલપેન સહિત રૂા.20 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ કરતા સોદા લખાવનાર રાજેશ ધામેચા (જોડિયા) મો.7984776182 નંબર ધારકનું નામ ખુલતાં પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હે.કો. ચંદ્રવિજયસિંહ ઝાલા ચલાવી રહ્યાં છે.


