Wednesday, September 30, 2026
Homeરાજ્યહાલારમોડપરમાંથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેતી એલસીબી

મોડપરમાંથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેતી એલસીબી

60 હજારની રોકડ સાત મોબાઇલ અને વાહનો કબ્જે: કુલ રૂા.5,05,000 નો મુદ્દામાલ કબ્જે: જામનગરમાંથી જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત શખ્સો ઝડપાયા

લાલપુર તાલુકાના મોડપર ગામની સીમમાં વાડીના શેઢે તીનપતીનો જુગાર રમતા સાત શખ્સોને એલસીબીની ટીમે રૂા.5,05,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ લાલપુર તાલુકાના મોડપર ગામની વીરડાવાળી સીમ વિસ્તારમાં રમેશ ગાગિયાની વાડીના શેઢે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા હોવાની અરજણભાઇ ખોડિયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એ. વી. ખેર તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

રેઇડ દરમ્યાન એલસીબીની ટીમે રમેશ રામદે ગાગિયા, રામ મુળુ ચાવડા, રાહુલ જીવા ગાગિયા, યોગેશ મેરગ ધ્રાગુ, લાખા હમીર આહિર, ભાયા ભીખા કરમૂર, દાના લખુ વારોતરિયા સહિતના સાત શખ્સોને રૂા.60 હજારની રોકડ અને રૂા.4,10,000 કિંમતની એક કાર અને બે બાઇક તથા રૂા.35,000 ની કિંમતના સાત મોબાઇલ ફોન મળી કુલ રૂા.5,05,000 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ મયુરનગર શેરી નં.3માં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાંચ મહિલાઓ અને દિગ્વિજયસિંહ ભૂપતસિંહ જાડેજા, હરદીપસિંહ ચંદુભા ચુડાસમા સહિતના સાત શખ્સોને સીટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા.26,000 ની રોકડ રકમ અને ગંજીપન્ના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular