Monday, September 28, 2026
Homeરાજ્યહાલારપગના દુ:ખાવાથી કંટાળી વૃઘ્ધાએ આયખુ ટુંકાવ્યું

પગના દુ:ખાવાથી કંટાળી વૃઘ્ધાએ આયખુ ટુંકાવ્યું

પગના દુ:ખાવાની દવા લેતા છતાં દુ: ખાવો અવિરત : ગળેફાંસો ખાઇ આત્મહત્યા : પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા વૃઘ્ધાને અવાર નવાર દુ:ખતા પગના દુખાવાથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા ગંગાબેન ભાણજીભાઇ ધારવીયા (ઉ.વ.70) નામના વૃઘ્ધાને એક વર્ષથી શ્ર્વાસની તકલીફ અને બન્ને પગમાં દુખાવો થતો હોય જેથી પગના દુખાવાની દવા લેતા હતાં પરંતુ ગોઠણનો દુખાવો મટતો ન હોવાથી જીંદગીથી કંટાળી જઇ ગત તા.23ના રોજ સવારના 7 વાગ્યાના અરસામાં તેના ઘરે પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું તા.26ના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર દિનેશભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એચ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular