Monday, September 28, 2026
Homeરાજ્યજામનગરકબુતર ઉડાડવા જતાં વીજશોક લાગતા બાળકનું મોત

કબુતર ઉડાડવા જતાં વીજશોક લાગતા બાળકનું મોત

ગોકુલનગર વિસ્તારમાં બનાવ : વીજશોક લાગતા હોસ્પિટલ ખસેડાયો : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતો બાળક મકાનની અગાસી ઉપર લાકડી વડે કબુતર ઉડાડવા જતાં વીજશોક લાગતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ગોકુલનગર પાણાખાણ શેરી નં.5માં રહેતા લખનભાઇ બાબુલાલ વડાણીયા (ઉ.વ.40) નામના યુવાનનો પુત્ર યુવરાજ વડાણીયા (ઉ.વ.11) નામનો બાળક ગત તા.17ના રોજ સવારના સમયે તેના ઘરની અગાસી ઉપર ચડી લાકડી વડે કબુતર ઉડાડવા જતો હતો તે દરમિયાન અગાસીની બાજુમાંથી પસાર થતી 66 કેવી મેઇન વીજ લાઇનમાં અડી જતાં વીજ શોક લાગતા ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ગઇકાલે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હે.કો. એન.બી. સદાદીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular