Monday, September 28, 2026
Homeરાજ્યહાલારજાયવા પાસે કારે હડફેટ લેતા વૃઘ્ધનું મોત નિપજ્યુ

જાયવા પાસે કારે હડફેટ લેતા વૃઘ્ધનું મોત નિપજ્યુ

મોટા વાગુદળના વતની અને વડોદરામાં રહેતા વૃઘ્ધને અકસ્માત : ગંભીર ઇજા પહોંચી : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા ગુન્હો નોંધી કાર્યવાહી

રાજકોટ-ધ્રોલ ધોરી માર્ગ પર જાયવા ગામ નજીક રસ્તો ક્રોસ કરી રહેલ વડોદરાના વૃઘ્ધને બેફિકરાઇથી આવી રહેલી કારના ચાલકે ઠોકર મારી હડફેટ લેતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે કાર ચાલક વિરૂઘ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવ અંગેની વિગત મુજબ ધ્રોલ તાલુકાના મોડપર ગામમાં રહેતા જગદીશભાઇ ચનાભાઇ મકવાણા નામના યુવાનના મોટાબાપુ સસરા હરજીભાઇ વાલજીભાઇ ચૌહાણ (ઉ.વ.69) (રે.બાજવાછાણી, સંજયનગર, વડનગર શેરી નં.11, વડોદરા) અને મોટાવાગુદળ ગામના વતની ગત તા.25ના રોજ સવારના 9 વાગ્યાના અરસામાં રાજકોટ-ધ્રોલ ધોરી માર્ગ પર જાયવા ગામ તરફ જવાનો રસ્તો ક્રોસ કરતા હતા તે સમયે પૂરપાટ બેફીકરાઇથી આવી રહેલી જીજે07 એઆર 7914 નંબરની કારના ચાલકે વૃઘ્ધને ઠોકરે ચલાવી હડફેટ લેતા શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઘવાયેલા વૃઘ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની જગદીશભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. આર.ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કાર ચાલક વિરૂઘ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular