Thursday, September 24, 2026
Homeરાજ્યજામનગરગણપતિની આરતી જોવા જતાં બાળક સાતમાં માળેથી પટકાયો

ગણપતિની આરતી જોવા જતાં બાળક સાતમાં માળેથી પટકાયો

મોહનનગર આવાસમાં બનાવ : માતા પાર્કીગમાં ગણપતિ દર્શને ગયા : આરતીના અવાજથી બાળક જાગી ગયો હોલમાં પ્લાસ્ટીકના એક ઉપર એક ડબ્બો ગોઠવ્યો : નીચે જોવા જતાં પટકાતા મૃત્યુ

જામનગર શહેરના ગુલાબનગર આવાસમાં સાતમાં માળે રહેતો બાળક ડબા પર ચડી બારીએથી નીચે આરતી જોવા જતાં નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ મોહનનગર આવાસ બિલ્ડીંગ નં.14માં સાતમાં માળે રૂમ નં.701માં રહેતા ધર્મેન્દ્ર ધર્મેશભાઇ ચાવડા (ઉ.વ.42) નામના યુવાનનો પુત્ર રીયાંશ ધર્મેશ ચાવડા (ઉ.વ.5) નામના બાળકની માતા ગણપતિના દર્શન કરવા બિલ્ડીંગના પાર્કીગમાં ગયા હતાં. તે દરમિયાન ગણપતિની આરતીનો અવાજ થવાથી રીયાંશ આરતીના અવાજથી જાગી ગયો હતો અને ત્યારબાદ ઘરના હોલની બારી પાસે પ્લાસ્ટીકના એક ઉપર એક બે ડબા રાખી બારીમાંથી નીચે આરતી જોવા જતાં સમયે અકસ્માતે નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ બાળકને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular