Wednesday, September 23, 2026
HomeવિડિઓViral Videoમોત સામે ઝીંકી બાથ..! નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયું નવજાત હાથીનું બચ્ચું,...

મોત સામે ઝીંકી બાથ..! નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયું નવજાત હાથીનું બચ્ચું, માછીમારો અને વન વિભાગે કરાવ્યું માતા સાથે પુનઃમિલન! – VIRAL

ગજલડોબા ખાતે તિસ્તા નદી પાર કરતી વખતે એક 3-4 દિવસનું હાથીનું નવજાત વાછરડું પોતાના પરિવારથી વિખૂટું પડી ગયું હતું. નદીના તેજ અને જોરદાર પ્રવાહમાં તણાતા આ માસૂમ જીવ માટે પોતાનો જીવ બચાવવો મુશ્કેલ બની ગયો હતો.ત્યારે માછીમારો અને વન વિભાગે કરાવ્યું માતા સાથે પુનઃમિલન કરાવ્યું હતું

- Advertisement -

નદીમાં વહી જતા આ હાથીના બચ્ચાને જોઈને સ્થાનિક માછીમારો અજય દાસ, રાજેશ દાસ, ગોપાલ દાસ, મિન્ટુ દાસ અને વિશ્વનાથ દાસે પોતાની જાનના જોખમે હોડી લઈને તેને નદીના ટાપુ પર સુરક્ષિત બહાર કાઢ્યું હતું. ત્યારબાદ બૈકુંઠપુર વન વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. લગભગ 2 કલાકની આકરી મહેનત બાદ આ હાથીના બચ્ચાને  તિસ્તાના નદી-ટાપુ વિસ્તારમાં તેની ચિંતાતુર માતા સાથે સફળતાપૂર્વક મેળવી દેવામાં આવ્યું હતું. આ હૃદયસ્પર્શી વીડિયો અને વિગતો X (ટ્વિટર) પર સુપ્રિયા સાહુ IAS @SupriyasahuIASના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યા છે.અને માનવતા અને વન્યજીવ સંરક્ષણની પ્રસંસા કરવામાં આવી છે

માછીમારોની સાહસિકતા, કરુણા અને વન વિભાગની ત્વરિત કામગીરીને કારણે એક નવજાત જીવ બચી ગયો છે. માનવતા અને વન્યજીવ સંરક્ષણનું આ અદ્ભુત ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા મેળવી રહ્યું છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular