Monday, September 21, 2026
Homeરાજ્યજામનગરસમસ્ત વણિક એકતા મંચ-જામનગરના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો - VIDEO

સમસ્ત વણિક એકતા મંચ-જામનગરના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો – VIDEO

સમસ્ત વણિક એકતા મંચ-જામનગરના હોદેદારોનો પદગ્રહણ સમારોહ તા. 20ના યોજાયો હતો. જેમાં સંસ્થાના હોદેદારોએ શપથગ્રહણ કર્યા હતાં.

- Advertisement -

છેલ્લા 25 વર્ષથી રાજ્યભરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. છબીલદાસ મહેતાએ સ્થાપેલી વિશ્ર્વ વણિક સામાજીક સંગઠન સંસ્થા જુદા-જુદા વાળા અને ફીરકામાં વહેંચાયેલા તમામ ફિરકાઓને એક કરીને તેમના ઉત્કર્ષ, એકતા અને સમૃદ્ધિ માટે કાર્ય કરી રહી છે. દરેક ગામ અને શહેરોમાં સમસ્ત વણિક એકતા મંચ નામની શાખાઓ શરૂ કરી રહી છે. ગુજરાતની 51મી શાખા જામનગર ખાતે શરૂ કરવામાં આવી રહી છે અને તેના પ્રથમ પ્રમુખ વ્યાપારી જીજ્ઞેશભાઇ પ્રફુલ્લચંદ્ર વીપાણીની બહુમતી અને સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી. જામનગર શહેરની સમસ્ત વણિક એકતા મંચ-જામનગર શાખાના તમામ હોદ્દેદારો તથા સમસ્ત વણિક એકતા મંચની મહિલા શાખાના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોના પદગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

તા. 20ના કુંવરબાઇ ધર્મશાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઇ વિપાણી, સંગઠન પ્રભારી તરીકે હિતેષભાઇ માલદે, ઉપપ્રમુખ તરીકે ભરતભાઇ શાહ, વિપુલમાઇ મહેતા, નિલેશભાઇ મહેતા, ખજાનચી તરીકે નિશિથ મહેતા, મહામંત્રી તરીકે જયેશભાઇ ઉદાણી, મંત્રી તરીકે પ્રવીણભાઇ પટેલ, ભૌમિકભાઇ છાપિયા તથા મહિલા કારોબારી સહિતનાએ શપથગ્રહણ કર્યા હતાં.

આ કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણી નિલેશભાઇ કગથરા, નિલેશભાઇ ઉદાણી, આર. કે. શાહ, કિરીટભાઇ મહેતા, ગીતાબેન સાવલા, કલ્પનાબેન ખંઢેરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular