નોલેજ એક્સપ્રેસ : ગુજરાતના પર્વતો
- ગુજરાતનો સૌથી ઊંચો પર્વત: ગિરનાર પર્વત (જૂનાગઢ)
- સૌથી ઊંચું શિખર: ગોરખનાથ (1,117 મીટર)
- ઉત્તર ગુજરાતની ‘આરાસુર’ પર્વતમાળા: બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે, જ્યાં પ્રખ્યાત અંબાજી માતાનું મંદિર (શક્તિપીઠ) આવેલું છે.
- કચ્છનો સૌથી ઊંચો પહાડ: કાળો ડુંગર (467 મીટર)
- દક્ષિણ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન: સાપુતારા (ડાંગ જિલ્લો)
- પાવાગઢ પર્વત: પંચમહાલ જિલ્લામાં ચાંપાનેર યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઇટ નજીક આવેલો છે, જ્યાં મહાકાળી માતાનું શક્તિપીઠ છે.
- શેત્રુંજય પર્વત: ભાવનગર (પાલીતાણા) ખાતે આવેલો જૈન ધર્મનો મહાન તીર્થધામ, જ્યાં 863 જેટલા જૈન દેરાસરો આવેલા છે.
- ચોટીલા ડુંગર: સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થિત ચામુંડા માતાજીનું ધામ, જે ‘માંડવ ટેકરીઓ’નો ભાગ છે.
નોંધ-આ માહિતી સપ્ટેમ્બર 2026ના પ્રકાશિત કરવામાં આવી છે
View this post on Instagram


