Monday, September 14, 2026
Homeરાજ્યહાલારઆરંભડાના યુવાન પર પાઈપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી

આરંભડાના યુવાન પર પાઈપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી

તલવાર બતાવી, મોબાઈલ ફોનની લૂંટ પણ ચલાવી : ત્રણ સામે એટ્રોસીટી સહિતની ફરિયાદ

આરંભડાના યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી તલવાર બતાવી મોબાઇલ ફોનની લૂંટ ચલાવ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા વેજાભાઈ રામાભાઈ ચાસીયા (ઉ.વ. 26) નામના યુવાન શનિવારે વહેલી સવારે પોતાના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે કૃષ્ણનગર તરફ જતા રસ્તે આરોપી ભરતભા પોલાભા હિન્દુ વાઘેર, હક્કુભા હિન્દુ વાઘેર અને ફૈઝલ મુસ્લિમ નામના ત્રણ શખ્સોએ પોતાની મોટરસાયકલ વડે ફરિયાદી વેજાભાઈના વાહનનો પાછળથી ઠોકર મારી, તેમને નીચે પાડી દીધા હતા.

આ પછી આરોપીઓએ એકસંપ કરી, તેમનો કાંઠલો પકડી તેમને કહેલ કે “તું મને ઓળખે છે?” તેમ કહીને ભરતભા પોલાભાએ અન્ય આરોપી હક્કુભા અને ફૈઝલને પકડી રાખવાનું કહ્યું હતું. આ પછી તેણે ફરિયાદીનો મોબાઈલ ફોન ખિસ્સામાંથી લઈને ભરતભાએ ફરિયાદી વેજાભાઈને કહ્યું હતું કે “મારે તારો ફોન ચેક કરવો છે. તું પત્ની સાથે વાતો કરે છે અને ચીટીંગ કરે છે.” તેમ કહી, બિભત્સ ગાળો ભાંડી હતી.

- Advertisement -

આટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત કરી, એકબીજાની મદદગારી કરી અને તલવાર બતાવી લોખંડના પાઇપ વડે આડેધડ માર મારતા ફરિયાદી નાસી છૂટવા લાગ્યો હતો. આ પ્રકરણમાં આરોપીઓએ ફરિયાદીના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી, બેફામ માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે મીઠાપુર પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે બી.એન.એસ. તથા એટ્રોસિટી અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular