Saturday, September 12, 2026
Homeરાજ્યહાલારદ્વારકા હાઈવે પર કાર ચાલકની બેદરકારીથી બાઈક અકસ્માત

દ્વારકા હાઈવે પર કાર ચાલકની બેદરકારીથી બાઈક અકસ્માત

ત્રણ યુવાનોને ઈજા : પોલીસ દ્વારા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ

દ્વારકા-પોરબંદર હાઈવે પર ઓખા મઢી ટોલનાકા નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ અંગે દ્વારકા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, ગત તા. 5 ના દ્વારકા-પોરબંદર હાઈવે પર ઓખા મઢી ટોલનાકાથી થોડે દૂર સર્જાયેલા અકસ્માતમાં જીજે-10-એમ-7878 નંબરની કિયા કારના ચાલકે અકસ્માત થાય તે રીતે અડચણરૂપ પોતાનું વાહન રાખ્યું હતું. જે દરમિયાન આ માર્ગ પર મોટરસાયકલ નંબર જીજે-11 -સીઆર-3600 માં જઈ રહેલા વંશ કિશોરભાઈ સોલંકી અને તેની સાથે જઈ રહેલા ક્રિશ અજયભાઈ સોલંકીને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે અન્ય એક યુવાન કનીસ રવિભાઈ સોલંકીને હેમરેજ જેવી ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે કિશોરભાઈ નવીનભાઈ સોલંકીની ફરિયાદના આધારે દ્વારકા પોલીસ મથકે કારમાં ચાલક સામે બી.એન.એસ. અને એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કારચાલકની ઓળખ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular