જોડિયાના અંબાલા ગામમાં એક શખ્સની વાડીની ઓરડીમાંથી જોડિયા પોલીસે જૂગારનો અખાડો ઝડપી લઇ 17 શખ્સોને જૂગાર રમતા ઝડપી લીધા હતાં. રેઈડ દરમિયાન પોલીસે રૂા.3,04,500 ની રોકડ, 18 મોબાઇલ ફોન, પાંચ મોટરસાઈકલ, ત્રણ મોટરકાર સહિત કુલ રૂા.31,64,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અંબાલા ગામમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની વાડીની ઓરડીમાં નાલ ઉઘરાવી જૂગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે જોડિયા પોલીસે રેઈડ દરમિયાન અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનિભા દેવુભા જાડેજા, પારસ ઉર્ફે ભોલુ મુકેશ જારીયા, રાજેશ માણ ગળચર, ભાવેશ નારણ ડાંગર, વિશાલ રાજેશ રાજદેવ, ભાવેશ માણંદ ગળચર, મેહુલ લાખા ઝીલરીયા, જયદીપ ઘનશ્યામ ભડાણિયા, જયદીપ મહેન્દ્ર, ભરત મેરામ ગળચર, સુર્યા નાનજી મીયાત્રા, કિશોર માધવજી ગાંગાણી, સુમિત વસંત ગોધાણી, વિવેક વિનોદ ગોસ્વામી, અનિરૂધ્ધસિંહ ભૂપેન્દ્રસિંહ પરમાર, વિશાલ હસમુખ ગાંભવા, અનિરૂધ્ધસિંહ સહદેવસિંહ જાડેજા સહિત 17 શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતા. રેઈડ દરમિયાન પોલીસે રૂા.3,04,500 ની રોકડ રકમ, રૂા.6,60,000 ની કિંમતના 18 નંગ મોબાઇલ ફોન, રૂા.2 લાખની કિંમતના પાંચ મોટરસાઈકલ તથા રૂા.20 લાખની કિંમતની ત્રણ ફોર વ્હીલર સહિત કુલ રૂા.31,64,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


