Thursday, September 3, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં 528 નંગ દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો

જામનગરમાં 528 નંગ દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો

એલસીબીએ ઓટો રીક્ષા સહિત કુલ રૂા.1,37,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો : સપ્લાયરની શોધખોળ

જામનગર શહેરમાં સાધના કોલોની પાસેથી ઓટોરીક્ષામાંથી એલસીબીએ 528 નંગ વિદેશી દારૂના ચપલા સાથે એક શખ્સને ઝડપી લઇ કુલ રૂા.1,37,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં સાધના કોલોની પહેલા ઢાળિયા પાસેથી એક શખ્સ ઓટો રીક્ષામાં દારૂના જથ્થા સાથે પસાર થવાનો હોવાની એલસીબીના ઋષિરાજસિંહ વાળા, દિલીપભાઈ તલાવાડિયા, મયુદ્દીનભાઈ સૈયદને મળેલી બાતમીના આધારે રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીની સૂચના અને એલસીબીના પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ.વી.ભાટીયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
આ રેઈડ દરમિયાન જીજે-10-ટીડબલ્યુ-8555 નંબરની ઓટોરીક્ષામાંથી સહદેવસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સને રૂા.52,800 ની કિંમતના 528 નંગ વિદેશી દારૂના ચપલા સાથે ઝડપી લીધો હતો. દારૂના ચપલા, રૂા.5000ની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા.80000 ની કિંમતની ઓટોરીક્ષા સહિત કુલ રૂા.1,37,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સપ્લાયર તરીકે યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજાનું નામ ખુલતા તેની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular