Wednesday, September 2, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 10 જૂગારસ્થળે પોલીસના દરોડા

જામનગર જિલ્લામાં 10 જૂગારસ્થળે પોલીસના દરોડા

જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણી જૂગાર દરોડામાં પોલીસની કડક કાર્યવાહી અંતર્ગત શહેર અને જિલ્લાના જુદા જુદા દશ દરોડા પાડવામાં આવ્યા છે જેમાં પોલીસે જૂગાર રમતા શખ્સોને રોકડ રકમ અને ગંજીપના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન પરેશ નરશી પરમાર, જાદવજી લાલજી ધારવૈયા, મનસુખ વશરામ કટેશિયા, કિશોર મોહન માંડવિયા, વસંત ખીમજી નકુમ સહિતના પાંચ શખ્સોને રૂા.28,950ની રોકડ રકમ અને ગંજીપના તથા રૂા.15,000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂા.43,950ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં સ્મશાનની દિવાલ પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ફૈઝલ મામદ ખીરા, સીરાજ કાસમ ખીરા, રફીક હાજી ખફી નામના ત્રણ શખ્સોને રૂા.16,200ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા રેઈડ પૂર્વે દોસમામદ દાઉદ મથુપૌત્રા નામનો શખ્સ નાશી ગયો હોય, પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં બોરીચાવાસમાં તીનપતિનો જૂગાર રમતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન અમિત પ્રવિણ પંડયા, ભરત પ્રાણશંકર વ્યાસ, જયંતી કેશવજી મકવાણા, પ્રકાશ રણમલ ડાંગર, મુકેશ દેવાણંદ જીલરીયા, તેજા ગોવિંદ ચભાડિયા, ગંગારામ દામજી બારૈયા નામના સાત શખ્સોને રૂા.11,250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં આંબાવાડી વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા દેવાણંદ વરજાંગ સંધિયા, સિકંદર સતાર બુખારી, અજીતસિંહ બહાદુરસિંહ પરમાર, જયેશ જટાશંકર જોશી નામના ચાર શખ્સોને મેઘપર પોલીસે રેઈડ દરમિયાન રૂા.10780 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

પાંચમો દરોડો, જામજોધપુર ગામમાં પાળેશ્ર્વરનેસ વિસ્તારમાં ઘાસના ગોડાઉન પાસે તીનપતિનો જૂગાર રમતા અનિલ કાના કટારા, મેસુર કરશન કટારા, પાર્થ ભીમા કટારા, દિલીપ હંસરાજ સોલંકી નામના ચાર શખ્સોને જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,150 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

છઠ્ઠો દરોડો, જામજોધપુર તાલુકાના સમાણા ગામથી ખટીયા ગામ તરફ જવાના માર્ગ પર જાહેરમાં જૂગાર રમતા સ્થળે શેઠવડાળા પોલીસે રેઈડ દરમિયાન સંજય ભુપત મકવાણા, કુંજન વિઠ્ઠલ ભાયાણી, મામૈયાભાઈ ધના સુમાયત, મુળુ ધના સુમાયત, શામળા નાગજણ વિજાણી, સુખરાજ રામદેવ રવશી, શૈલેસ ચંદુ વસુનિયા, ફકરુ બચુ વસુનિયા નામના આઠ શખ્સોને રેઈડ દરમિયાન રૂા.10,200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં સાતકોસી સીમ વિસ્તારમાં તીનપતિનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે રેઈડ દરમિયાન અમિત રમેશ લાલકીયા, મહેશ ઠાકરશી લાલકીયા, રેનીશ જગદીશ વાઘેલા, લખીયાર ઉર્ફે લાખો જીવા ધોધા, રમેશ પાલા રાઠોડ, નુરમામદ ઈસ્માઇલ ભટ્ટી નામના છ શખ્સોને રૂા.12,400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

આઠમો દરોડો, લાલપુર ગામમાં ચાર થાંભલા પાસે જાહેરમાં જૂગાર રમતા રાજુ અમજી પરમાર, દિપક જયંતી રાઠોડ અને ચાર મહિલા સહિત છ શખ્સોને પોલીસે રૂા.10,120 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નવમો દરોડો, જામનગર શહેરના દિ.પ્લોટ 49 વિસ્તારમાં આવેલા કામડીયાવાસમાંથી જૂગાર રમતા વિનુ દાના ચૌહાણ, રમેશ જીવા ચૌહાણ, રામજી અરવિંદ ગોહિલ, વિકી વિજય બુટીયા, કનૈયા જીતુ સોલંકી, ધર્મેન્દ્ર જયેશ વાઘેલા, સંજય વેરશી સોલંકી નામના સાત શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.4,840 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દશમો દરોડો, ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં બાવળની ઝાડીમાં તીનપતિનો જૂગાર રમતા મયુરસિંહ વિક્રમસિંહ જાડેજા, પ્રવિણ ચંદ્રશંકર ઉપાધ્યાય, નરેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા, ધર્મેન્દ્રગીરી મંગલગીરી ગોસાઈ, જયંતીલાલ રતીલાલ ધુડકોટીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ નાશી ગયેલા રાણા ભુરા બાંભવા સહિતના છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી રૂા.4520 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular