જોડિયા તાલુકાના બાદનપર ગામની કોબા સીમમાં આવેલી રમેશ જેરામ ઘોડાસરાના કબ્જાની વાડીમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી આઇપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીઆઇ અપૂર્વ પટેલ, પીએસઆઇ પી. એન. મોરી, બી. સી. મિયાત્રા, સી. એમ. કાંટેલિયા, એ.વાય ઉધાસ તથા સંદીપસિંહ ઝાલા, કાસમભાઇ બલોચ, વનરાજભાઇ મકવાણા, મિતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, વિપુલભાઇ મોરી, નવલદાન ગઢવી, પરેશભાઇ સાંજવા, ધમેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન રમેશ જેરામ ઘોડાસરા, પ્રવીણ મકન સંતોકી, રમેશ ગોવિંદ સંતોકી, અજય ગોરધન રાણિયા, બ્રીજેશ કાનજી ભીમાણી, જેન્તી અરજણ સંતોકી, જીતેન્દ્ર હરજી સંતોકી, રાકેશ હરખાભાઇ સંતોક, રાજ વલ્લભ ભીમાણી નામના નવ શખ્સોને રૂા. 1,52,300ની રોકડ રકમ અને પાંચ બાઇક તથા નવ મોબાઇલ મળી કુલ રૂપિયા 5,02,300ના મુદામાલ અને ગંજીપતા સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર તાલુકાના મીઠાવેઢા (બજરંગપુર) ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા, પો. કો. હરદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ આઇ.એ.ધાસુરા, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા, જયદીપસિંહ જાડેજા, પો.કો. હરદેવસિંહ ઝાલા, કમલેશભાઇ ખિમાણિયા, સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન ડાયા જીવા ચિરોડિયા, નિલેશ પ્રેમજી ચાંગાણી, મનસુખ ધનજી ચાંગાણી, જીજ્ઞેશ મનસુખ દેવમુરારી, નરેશ ભીખા સદાદિયા, જયેશ ગોકળ ઘાડિયા નામના 6 શખ્સોને રૂા. 31,200ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામથી ભગત ખિજડિયા જવાના રસ્તે તીનપતીનો જુગાર રમતા જગદિશ શાંતિલાલ કંટારિયા, અશ્ર્વિન લાલજી દાફડા, ઘનશ્યામ કાનજી સોમૈયા, ગૌતમ રમેશ બાબરિયા, દિલીપ પ્રેમજી બાબરિયા, હાર્દિક વિનોદ ખખડ, મહેશ મનજી કપુરિયા, જીતેશ ભાયા માટિયા નામના આઠ શખ્સોને રૂા. 33,200ની રોકડ રકમ અને ગંજીપના સાથે કાલાવડ (ગ્રામ્ય) પોલીસે ઝડપી લીધા હતા.
જામજોધપુર તાલુકાના ભેરીયાની ભીત વાડી વિસ્તારમાં તીનપતીનો જુગાર રમતા જીતેન્દ્ર અમરા વિંઝુડા, સુનિલ બટુક બગડા, દેવશી સુકા ઓડેદરા, રાજુ પરબત ગોરાણિયા, મુળુ પોલા ઓડેદરા, અરશી નામના સાત શખ્સોને રૂા. 22,500ની રોકડ અને ગંજીપના સાથે જામજોધપુર પોલીસે ઝડપી લીધા હતા.
જામનગર તાલુકાના બેડ ગામમાં રસુલનગર રોડના વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ધર્મેન્દ્રસિંહ સુરુભા જાડેજા, દિવ્યરાજસિંહ સુરૂભા જાડેજા, રામદેવસિંહ હરૂભા સોઢા, લાલજી દીપક વાઘેલા, મનિષ દીપક વાઘેલા, જયેશગર પ્રભાતગર ગોસ્વામી, કાવ્યગર જેન્તી ગોસ્વામી, લાલજી અરવિંદ સોનગરા નામના આઠ શખ્સોને રૂા. 13,060ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
લાલપુર તાલુકાના બબરજર ગામની કોટડા સીમ વિસ્તારમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની પો.કો. દિવ્યેશભાઇ ભીભાને મળેલી બાતમીના આધારે પીઆઇ એસ. પી. ગોહિલ, એએસઆઇ ડી. ડી. જાડેજા, પો.કો. દિવ્યેશભાઇ ભીભા સહિતના સ્ટાફે નરેશ વીરજી ચાવડા, પ્રદીપ ધરમશી રૂપારેલ, નથુ માલદે ગાગિયા, પોપટ રામા ગાગિયા નામના ચાર શખ્સોને રૂા. 11,450ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાંથી તીનપતીનો જુગાર રમતા મનદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ ઉર્ફે અનિરૂદ્ધસિંહ વશરૂભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, હર્ષદીપસિંહ સિદ્ધરાજસિંહ ઝાલા, જયપાલસિંહ હકુભા જાડેજા, જયપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, પ્રહલાદસિંહ ઉર્ફે મુન્નાભા નટુભા જાડેજા, હનુભા ઘનશ્યામસિંહ જાડેજા નામના આઠ શખ્સોને પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 10,150ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજેશ હરજી ત્રિવેદી, દયાળજી ગોપાલ પાઠક, પરસોત્તમ ગોકળ પાઠક, ભીખા મેરક લાખોતરા, ગોપાલ દેવજી મોકરિયા નામના પાંચ શખ્સોને રૂા. 10,010ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી આદરી હતી.
જામજોધપુરમાં બાલવા ફાટક પાસે જાહેરમાં જુગાર રમતાં નવઘણ પેથા આશાણી, દલસુખ જેશા સંધિયા, ખેરાજ ગીગા મુન, શામળા કાયા સંધિયા, ખોડીદાસ રામા મકવાણા, માલદેવ કાળુ ભાણ, જેશા ડાડા સંધિયા, મોમાયા જીવા આશાણી નામના આઠ શખ્સોને જામજોધપુર પોલીસે રેઇડ દરમ્યાન રૂ. 10,740ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.


