જામનગર તાલુકાના નાઘુના ગામની સીમમાં ઓરડીમાંથી એલસીબીએ 336 નંગ બીયરના ટીન સાથે એક શખ્સને ઝડપી લીધો હતો અને આ બિયરના જથ્થામાં વેચાણના ભાગીદાર અને વાડીમાલિકની શોધખોળ હાથ ધરી હતી.
આ દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના નાઘુના ગામની સીમમાં નિકુંજ જમન ગધેથરિયાની વાડીની ઓરડીમાં ભરત કેશુ ઝંડાલિયા દ્વારા બિયરના ટીનનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની એલસીબીના અજયભાઇ વિરડા, સુમિતભાઇ શિયાર, ભયપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને એલસીબીના પીઆઇ વી. બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ. વી. ભાટિયા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન ભરત કેશુ ઝંડાલિયાને રૂપિયા 33,600ની કિંમતના 336 નંગ બિયરના ટીનના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને બિયરના જથ્થાના વેચાણમાં ભાગીદાર વાડીમાલિક નિકુંજ જમન ગધેથરિયાની શોધખોળ હાથ ધરી હતી.


