ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડના વિરોધમાં જામનગર શહેર કોંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલ ખાતે દરોડા યોજી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. અને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી. કોંગ્રેસ દ્વારા પાણીની કોથળીઓ સાથે અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
તાજેતરમાં ભાવનગર ખાતે ડુપ્લીકેટ દારૂના વેચાણને કારણે કેટલાક લોકોના મોત થયા હતાં. જોકે કેટલાક લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. આ લઠ્ઠાકાંડને લઇ જામનગરમાં શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાલબંગલા સર્કલ પાસે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાણીની નાની કોથળીઓ સાથે દારૂના સુત્રોચ્ચાર કરી અનોખો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી.
View this post on Instagram
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર સાહરાબેન મકવાણા, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, આનંદ ગોહિલ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં.


