જામનગર શહેરના પુનિતનગર વિસ્તારમાં રહેતાં પુત્ર વિરૂદ્ધ કરેલી અરજીનો ખાર રાખી પુત્રએ પિતાને મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરના પુનિતનગર વિસ્તારમાં આશાપુરા માતાજીના મંદિર પાસે રહેતાં રતુભા હનુભા જાડેજા (ઉ.વ.53) નામના પ્રૌઢે તેના પુત્ર દિવ્યરાજસિંહ રતુભા જાડેજા (ઉ.વ.21) વિરૂદ્ધ અગાઉ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે બાબતનો ખાર રાખી શુક્રવારે રાત્રિના સમયે પ્રૌઢ તેના ઘરે હતા ત્યારે તેના પુત્ર દિવ્યરાજસિંહ રતુભા જાડેજાએ જેમ ફાવે તેમ ગાળો કાઢી પિતાને પતાવી દેવાની ધમકી આપી પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ પ્રૌઢે તેના પુત્ર વિરૂદ્ધ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ આર. બી. ઠાકોર તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.


