જામનગર શહેરના સરુ સેકશન રોડ ઉપર એમ. પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતાં વૃદ્ધને ટી.બી.ની બિમારી સબબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ મૂળ તામિલનાડુના તિરૂનેલવેલનો વતની અને હાલ જામનગરના સરુ સેકશન રોડ ઉપર આવેલા એમ. પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતાં એન્ટોની જયશીલન એન્ટોનીમુથુ (ઉ.વ.63) નામના વૃદ્ધને ટી.બી.ની બિમારી હોવાથી તબિયત લથડતાં અહીંની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ગત્ તા. 26 જુલાઇના રોજ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું લાંબી સારવાર બાદ શુક્રવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે પ્રકાશભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ ટી. કે. ગુઢકા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.


