જામનગર શહેરના એરફોર્સ રોડ ઉપર બાલાજી પાર્કમાં રહેતાં યુવકને પેટમાં બળતરા થવાથી જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના એરફોર્સ રોડ ઉપર બાલાજી પાર્ક-2માં રહેતાં અર્જુન રસિકભાઇ રાઠોડ (ઉ.વ.22) નામના યુવકને ગત્ તા. 12ના રોજ પેટમાં બળતરા અને ચક્કર આવતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકનાભાઇ રવિ દ્વારા જાણ કરાતા હે.કો. એચ. એ. પરમાર તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદહેનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી આગળ ધપાવી હતી.


