જામનગર શહેરમાં રહેતી યુવતી સાથે શખ્સે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરી અભદ્ર વિડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી અન્ય શખ્સે અવારનવાર દુષ્કર્મ આચર્યાના બનાવમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રહેતી યુવતીને પ્રતિકગીરી દોલતગીરી ગોસ્વામી નામના શખ્સે આઠેક માસ પહેલાં લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવી હતી. ત્યારબાદ પ્રતિકગીરીએ યુવતી સાથે મરજી વિરૂદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મનો અભદ્ર વિડિયો ઉતારી લીધો હતો. નરાધમે વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને પ્રતિકગીરીએ અજય બરછા નામના શખ્સ સાથે ધરાર શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું. ત્યારબાદ અજયે યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આમ, બન્ને શખ્સોએ યુવતીના અભદ્ર વિડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી સાથે છેલ્લા આઠ મહિના સુધી બન્ને નરાધમોએ દુષ્કર્મ આચર્યાના બનાવમાં આખરે યુવતીએ પોલીસનું શરણું લીધું હતું. જેના આધારે સિટી ‘સી’ ડિવિઝનના પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફ દ્વારા બન્ને નરાધમો વિરૂદ્ધ દુષ્કર્મ અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપવા સબબ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ આરંભી હતી.


